વીડિયો કેસ: UP પોલીસ બેડામાં ખળભળાટ, નોઈડાના SSP વૈભવ કૃષ્ણ પર DGP નારાજ

નોઈડા (Noida) ના એસએસપી (SSP)  વૈભવ કૃષ્ણ (Vaibhav Krishna) નો કથિત સેક્સચેટ વીડિયો વાઈરલ થયા બાદ સમગ્ર પ્રદેશના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આજે સવારે યુપી (Uttar Pradesh)  પોલીસના ડીજીપી ઓપી સિંહે (O P Singh)  પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે વલણ સ્પષ્ટ કર્યું.

વીડિયો કેસ: UP પોલીસ બેડામાં ખળભળાટ, નોઈડાના SSP વૈભવ કૃષ્ણ પર DGP નારાજ

નવી દિલ્હી: નોઈડા (Noida) ના એસએસપી (SSP)  વૈભવ કૃષ્ણ (Vaibhav Krishna) નો કથિત સેક્સચેટ વીડિયો વાઈરલ થયા બાદ સમગ્ર પ્રદેશના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આજે સવારે યુપી (Uttar Pradesh)  પોલીસના ડીજીપી ઓપી સિંહે (O P Singh)  પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે વલણ સ્પષ્ટ કર્યું. લખનઉમાં મીડિયા સાથે વાતચીતમાં ડીજીપીએ કહ્યું કે આ મામલે તપાસ માટે એડીજી મેરઠને 15 દિવસનો વધુ સમય અપાયો છે. આ સાથે જ યુપી પોલીસ (UP Police) ના ચીફે કહ્યું કે એસએસપી નોઈડાને પૂછવામાં આવશે કે તેમણે ગોપનીય દસ્તાવેજો વાઈરલ કેમ કર્યાં. અત્રે જણાવવાનું કે સેક્સચેટ વીડિયો વાઈરલ થયા બાદ તેમનો એક પત્ર પણ વાઈરલ થઈ રહ્યો છે. વહિવટીતંત્રને લખેલા પત્રમાં તેમણે પાંચ આઈપીએસ અધિકારીઓ પર ટ્રાન્સફર રેકેટમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર પ્રતિક્રિયા આપતા ડીજીપી ઓમપ્રકાશ સિંહે કહ્યું કે અમે આ સમગ્ર મામલાને જોઈ રહ્યાં છીએ પરંતુ એસએસપીનો આ પ્રકારનો પત્ર અનાધિકૃત સંવાદ છે. જે સર્વિસ નિયમોનો ભંગ છે. 

ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. પકડાયેલા લોકો વ્યવસાયે પત્રકાર છે. વાઈરલ વીડિયો મામલે આઈજી મેરઠ ઝોન બાજ નઝર રાખી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા વાઈરલ થયેલા વીડિયોમાં SSP નોઈડા વૈભવ કૃષ્ણની તસવીર બતાવવામાં આવી હતી. આ સાથે જ એક ઓડિયો પણ વાઈરલ થયો હતો. જેને લઈને SSP નોઈડાએ સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી હતી. 

SSP વૈભવ કૃષ્ણ પર સવાલ, કેમ વાઈરલ કરાયો પત્ર?
ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વાઈરલ થયેલા દસ્તાવેજમાં અતુલ શુક્લ, વિષ્ણુ સહિત 6 લોકોનો ઉલ્લેખ હતો. જે ખોટા દસ્તાવેજો પર ટેન્ડર લેવા માંગતા હતાં. જેમાંથી 2ને જેલ મોકલી દેવાયા છે. આ બાજુ 2એ સ્ટે લીધો છે. જ્યારે 2 ફરાર છે. તેમણે કહ્યું કે જે દસ્તાવેજો વાઈરલ કરાયા છે તે ખુબ જ ગોપનીય હતાં. એસએસપી નોઈડા પાસે એ વાતનો પણ જવાબ માંગવામાં આવી રહ્યો છે કે તે વાઈરલ કેવી રીતે થયાં. સમગ્ર તપાસમાં સાઈબર એક્સપર્ટ  અને STFની પણ મદદ લેવાઈ રહી છે. એસએસપી નોઈડા પાસે એ વાતનું પણ સ્પષ્ટીકરણ મંગાયું છે કે આખરે ગોપનીય પત્ર વાઈરલ કેમ કરવામાં આવ્યો? ડીજીપીએ કહ્યું કે ગોપનીય દસ્તાવેજ વાઈરલ કરવો ગેરકાયદેસર છે. ગોપનીય દસ્તાવેજની સાથે ઓડિયો ક્લિપ પણ હતી. એસએસપીને પૂછીશું કે કેમ દસ્તાવેજો વાઈરલ કરાયા. 

નોઈડા SSPએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે નોઈડાના વરિષ્ઠ પોલીસ અધિકારી SSP વૈભવ કૃષ્ણએ મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને સૂચિત કર્યું કે ઉત્તર પ્રદેશમાં સંગઠિત ટ્રાન્સફર પોસ્ટિંગ ગેંગ કાર્યરત છે. એસએસપીએ જણાવ્યું કે બદલી કરાવવાના બદલામાં 50 લાખ રૂપિયાથી લઈને 80 લાખ રૂપિયા સુધીની મોટી રકમની રજુઆત કરાય છે. નોીડા એસએસપી વૈભવ કૃષ્ણએ ગેંગમાં સામેલ યુપી કેડરના ઓછામાં ઓછા પાંચ ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓના નામનો પણ તેમા ઉલ્લેખ કર્યો. 

આ VIDEO પણ ખાસ જુઓ...

વૈભવ કૃષ્ણએ પ્રદેશના ડીજીપી અને મુખ્યમંત્રીના પ્રમુખ સચિવને નામ લખેલા આ ગોપનીય પત્રમાં પાંચ આઈપીએસ અધિકારીઓની મોબાઈલ ફોન રેકોર્ડિંગનો  ખુલાસો કર્યો છે. જેમાં વોટ્સએપ ચેટની જાણકારી પણ સામેલ છે. જેનાથી માલુમ પડે છે કે મેરઠની પોસ્ટ માટે એક આઈપીએસ અધિકારી અને એક પાવર બ્રોકર વચ્ચે 80 લાખમાં ડીલ થઈ. 

પત્રથી થયા અનેક ખુલાસા, SSPએ કહ્યું-અશ્લિલ વીડિયોથી મને બદનામ કરવાની કોશિશ
આ પત્રમાં લખાયું છે કે આ મામલાની તપાસ દરમિયાન એવી જાણકારી સામે આવી અને વિભિન્ન કલમો હેઠળ ગેંગસ્ટર અધિનિયમ અંતર્ગત 22 ઓગસ્ટ 2019ના રોજ ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. પત્રની વાતને સમર્થન આપતા વૈભવ કૃષ્ણએ જણાવ્યું હતું કે તેમણે ગત મહિને સરકારને ટ્રાન્સફર-પોસ્ટિંગ રેકેટમાં સામેલ એક ઉચ્ચ સંગઠિત ગેંગ અંગે જાણકારી આપી છે. એસએસપીએ કહ્યું કે એકવાર જ્યારે મેં આ જૂથની વાત મુખ્યમંત્રીના કાને નાખી તો સિંડિકેટ મને ઘેરવાની કોશિશ કરી રહ્યું હતું. હાલમાં જ તેમણે મને બદનામ કરવા માટે 3 અશ્લિલ વીડિયો ક્લિપ બહાર પાડી જેમાંથી મારી તસવીરોને એડિટ કરવામાં આવી છે. 

SSP નોઈડા દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા આ પત્રમાં અનેક ખુલાસા થયા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે યુપી કેડરના એક અન્ય આઈપીએસ અધિકારીએ એસએસપી આગરાના પદ માટે 50 લાખ રૂપિયાની રજુઆત કરી હતી. આ ઉપરાંત એસએસપી બરેલના પદ માટે 40 લાખ રૂપિયાની રકમ ગણાવી હતી. આ જ રીતે બિજનોરમાં એસપી પદ માટે 30 લાખ રૂપિયાની રજુઆત કરી હતી. 

શક્તિશાળી નોકરશાહો અને રાજનેતાઓની સાથે પત્રકારો પણ સામેલ?
માલુમ થયું છે કે શક્તિશાળી નોકરશાહો અને રાજનેતાઓની સાંઠગાંઠથી ચાલતી આ ગેંગમાં કેટલાક પત્રકારો પણ હતાં જેમણે ડીલની વાતચીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસની સાઈબર ટીમ દ્વારા વિભિન્ન ફોન રેકોર્ડિંગ અને સંદેશાઓની ફરીથી તપાસ કરતા આ અંગે ખુલાસો થયો. 

તપાસ દરમિયાન સાઈબર ટીમે આરોપીના મોબાઈલ ફોનથી કેટલુંક રેકોર્ડિંગ પણ મેળવ્યું જે યુપીના બાંદા જિલ્લામાં સક્રિય રેકેટ ચલાવવા સંબંધિત છે. એસએસપી નોઈડાએ જો કે મુખ્યમંત્રી કાર્યાલય સાથે પોતાના પત્રાચાર અંગે જાણકારી ન આપી પરંતુ તેમણે જણાવ્યું કે ટ્રાન્સફર-પોસ્ટિંગ રેકેટમાં સામેલ શક્તિશાળી સિન્ડિકેટ તપાસને રોકવાની કોશિશ કરી રહી છે. 

(ઈનપુટ-એજન્સી આઈએએનએસ સાથે)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news